રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 ડિસેમ્બર, 2025| Super Admin

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે, અરવલ્લી પર્વતમાળા આજે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. તેઓનું માનીએ તો,  સરકાર દ્વારા ખનન પર સ્ટે આપ્યાનું કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં હજુ પણ અનેક લીજ ચાલી રહી છે અને મોટા પાયે ખનન થઈ રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, અરવલ્લીના એક ઇંચ વિસ્તાર માં પણ ખનન થવું જોઈએ નહીં અને આ પ્રાચીન પર્વતમાળાને સંપૂર્ણ રીતે બચાવવી જરૂરી છે.   અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરના પર્યાવરણ પ્રેમીઓ એડવોકેટ જશવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી, મયુરભાઇ ડેરીયા સહિત મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અરવલ્લી પર્વતમાળામાં આજે પણ ખનન ચાલુ છે. તેઓના આક્ષેપ મુજબ સરકાર દ્વારા ખનન બાબતે જે સ્ટે આપ્યો હોવાનું કહેવામાં આવે છે, તે માત્ર કાગળ પર જ છે.કાયદાકીય ભાષામાં કહીએ તો આ સ્ટે માત્ર આશ્વાસન પૂરતો છે. જમીન પર તેની અસર જોવા મળતી નથી.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે હજુ પણ અનેક ખનન લીજ ચાલુ છે, જેના કારણે અરવલ્લી પર્વતમાળાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢી માટે અરવલ્લી પર્વતમાળા બચી રહે તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી હતી.  

સંબંધિત સમાચાર