બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં દારૂબંધીના પોકળ દાવાઓનો પર્દાફાશ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાલનપુરના નવા ગંજ બજારમાં દારૂ ભરેલા ટુ-વ્હીલર ચાલકે અકસ્માત સર્જતાં દારૂબંધીના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા હતા. પાલનપુરમાં પોલીસના દારૂબંધીના દાવાઓના ધજીયા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાલનપુરના નવાગંજમાં દેશી દારૂ ભરેલા જયુપીટરએ વેપારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત દરમિયાન જયુપીટરની ડેકી ખુલી તો ડેકીમાં દેશી દારૂ ભરેલો મળી આવતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકો ચોંકી ઉઠ્યા હતા. જયુપીટરની ડેકીમાંથી દેશી દારૂની પોટલીઓ ઝડપાતા હોબાળો મચ્યો હતો. સ્થાનિક વેપારીઓએ બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડી પૂર્વ પોલીસને સોંપ્યો હતો. આ શખ્સ ગંજ બજારમાં દારૂ વેચવા આવ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. નંબર પ્લેટ વગરના જયુપીટરમાં બુટલેગર દારૂની હેરાફેરી સાથે હોમ ડિલિવરી કરતો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસના આંખ મિચામણા તળે પાલનપુરમાં દેશી વિદેશી દારૂની હોમ ડિલિવરી થતી હોવાની ચર્ચાઓને વેગ મળ્યો છે.
પાલનપુરમાં દારૂબંધીના પોકળ દાવાઓનો પર્દાફાશ ; દારૂ ભરેલી ટુ-વ્હીલરે અકસ્માત સર્જ્યો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
બનાસકાંઠાપડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!
1 દિવસ પહેલા
