રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2026| Super Admin

બહુચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી

બહુચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી

સત્તાની ખુરશીની ખેંચતાણમાં કોંગ્રેસે ભાજોને હંફાવ્યું

બહુચરાજી તાલુકા પંચાયતમાં મોટો ઉલટફેર: ૧૩ બેઠકો જીતનાર ભાજપ સત્તાથી દૂર, માત્ર ૩ સીટ સાથે કોંગ્રેસે બાજી મારી છે. બહુચરાજી તાલુકા પંચાયતના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાસે સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી હોવા છતાં તેમણે સત્તાથી હાથ ધોવા પડ્યા છે. બીજી તરફ, વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીઓમાં સામાન્ય રીતે પાછળ રહેતી કોંગ્રેસે માત્ર ૩ બેઠકોના સંખ્યાબળ સાથે રાજકીય સોગઠાબાજી ગોઠવીને તાલુકા પંચાયત પર પોતાનો કબજો જમાવી દીધો છે.

તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે યોજાયેલા જંગમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા ૧૩ બેઠકો પર જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ૩ જ બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. આંકડાકીય દ્રષ્ટિએ ભાજપનું સત્તા પર બેસવું નિશ્ચિત જ હતું. જોકે, પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત હોવાથી રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા. ભાજપના આંતરિક વિખવાદ કે ટેકનિકલ ખામીઓના કારણે તેઓ પોતાનો ઉમેદવાર ઊભો રાખી શક્યા નહીં. આ તકનો લાભ ઉઠાવીને કોંગ્રેસના SC કેટેગરીના ઉમેદવાર હિતેશ મકવાણાએ પ્રમુખ પદ પર પોતાની દાવેદારી નોંધાવી અને જીત મેળવી. જે મુજબ નવા હોદ્દેદારોની વરણીમાં બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની સાથે અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે.

 તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના હિતેશ મકવાણા, ઉપપ્રમુખ પદે ભાજપના પ્રતાપસિંહ ઝાલા જ્યારે કારોબારી અધ્યક્ષ પદે ચિરાગ પટેલની વરણી કરવામાં આવી છે. આખા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યાં ભાજપનો દબદબો જોવા મળે છે, ત્યાં મહેસાણા જિલ્લા જેવા મહત્વના મથકે બનેલી આ ઘટના ભાજપ માટે એક મોટો ફટકો છે. ૧૩ સભ્યોની જંગી બહુમતી હોવા છતાં સત્તા હાથમાંથી સરકી જતા સ્થાનિક ભાજપમાં નિરાશા વ્યાપી ગઈ છે. અને સંગઠનની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી બાજુ, નહિવત્ બેઠકો સાથે સત્તાના શિખરે પહોંચેલી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.

ટેગ્સ:#Bahucharaji

સંબંધિત સમાચાર