રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જુલાઈ, 2025| Super Admin

ડીસા ભીલડી નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

ડીસા ભીલડી નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
કુપટ વડાવલ વચ્ચે મહાદેવપુરા નજીક સીગલ રોડ પર ભરાતું વરસાદી પાણી મહાદેવપુરા પ્રાથમિક શાળાના બાળકો ને દરવર્ષે ચોમાસામાં પાણીમાં થઈને સ્કૂલજવા મજબૂર રાધનપુર ભીલડી નેશનલ હાઇવે પર આવેલ મહાદેવપુરા પાસે સર્વિસ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી સમયથી વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી આજુબાજુના રાહદારીઓ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને બાજુમાં આવેલ માલગઢ કુપટ હાઈવે પ્રાથમિક શાળા મહાદેવપુરા આવેલ સ્કૂલના બાળકો પણ શાળામાં અભ્યાસ કરવા જતાં રોજબરોજ પરેશાન થઈ રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકોના કપડા અને દફતર અને ચોપડા પલળી જાય છે ત્યારે નેશનલ હાઈવ ઓથોરિટી અને ટોલ કંપનીની ઘોર બેદરકારીના લીધે રાહદારીઓને સ્કૂલે જતા બાળકોને ચોમાસાના સમયે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકાના માલગઢ ગામના વિસ્તારમાં આવેલ મહાદેવપુરા વિસ્તારમાં ઘણા સમયથી આ પાણીની સમસ્યાનો નેશનલ હાઈવે દ્વારા કોઈ નિકાલ આવતો નથી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રિ-મોન્સુનની પ્લાનની આદેશને પણ નેશનલ હાઇવે ઓથોરિટી અંને ટોલ કંપનીના અધિકારીઓ ઘોળીને પી ગયાં હોય તેવું દેખાઈ રહ્યું છે  દર વર્ષે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હોવા છતાં જનપ્રતિનિધિઓ પણ ચુપકીદી  સેવી રહ્યા છે.

સંબંધિત સમાચાર