રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 એપ્રિલ, 2025| Super Admin

કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકળાયા

કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકળાયા
ડીસામાં બગીચા સર્કલ નજીક ફરી ટ્રાફિક ચક્કાજામ; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના સરદાર બાગ નજીકના બગીચા સર્કલ ઉપર દિવસ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી છે. દિવસ દરમિયાન આ સર્કલ ઉપર વારંવાર કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે પરંતુ હાલમાં ફરી એકવાર કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા હતા. મઁગળવારે ડીસાના સરદાર બાગ નજીકના સર્કલ ઉપર બપોરના એક વાગ્યાની આસપાસ કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા. એક તરફ કાળઝાલ ગરમી અને તેમાંય ટ્રાફિકજામ થતા વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે હાલમાં 42 ડિગ્રી ગરમી છે, અને તેમાંય આ સર્કલ ઉપર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિકજામ થાય છે અને કલાકો સુધી આવી કાળઝાલ ગરમીમાં શેકાવું પડે છે આ રોજીંદી બનેલી સમસ્યાનો અંત ક્યારે આવશે? તેમ ઉમેર્યું હતું. સરદાર બાગ નજીક પાલનપુર, અમદાવાદ અને પાટણ તરફ જતી બસો ઉભી રહે છે. તેથી ટ્રાફીક સર્જાય છે. જો પાલનપુર અને પાટણ તરફ જતી બસો સીધી  હાઇવેથી પસાર થાય તો આ સમસ્યા હળવી બની શકે તેમ છે. આ ઉપરાંત આ સર્કલ ઉપર લારી,ગલ્લા, પાથરણાવાળાની સાથે આડેધડ પેસેન્જર રીક્ષાઓનો ખડકલો હોય છે.જેના કારણે અહીં સતત ભીડ રહેતા ટ્રાફિક થાય છે. અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરપી જવાનોની હાજરી હોવા છતાં પણ સુચારુરૂપે ટ્રાફિક નિયમન થતું નથી. પરિણામે દિવસ દરમિયાન અહીં વારંવાર ટ્રાફિકજામ થાય છે.

સંબંધિત સમાચાર