રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા5 જુલાઈ, 2025| Super Admin

મહેસાણાના ચડસણામાં ચાલુ ગાડીમાં હાર્ટ એટેક આવતા કાર દુકાનમાં ઘુસી ચાલકનું મોત

મહેસાણાના ચડસણામાં ચાલુ ગાડીમાં હાર્ટ એટેક આવતા કાર દુકાનમાં ઘુસી ચાલકનું મોત

મહેસાણામાં કારચાલકને ચાલુ કારે હાર્ટ એટેક આવાની ઘટના બની છે જેમાં કાર ચાલક કાર લઈને જતો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવે છે અને કાર દુકાનમાં ઘુસી જાય છે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, તો કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ચડાસણા ગામના રહેવાસી રાવળ આત્મારામભાઈને સવારે ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ GJ02DA3181 નંબરની ઇકો ગાડી લઈને મહેસાણાના પાલાવાસણાથી નદાસા તરફ જઈ રહ્યા હતા. હાર્ટ એટેક આવતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો હતો. ગાડી પાલાવાસણા-બેચરાજી રોડ પર આવેલા જય અંબે કોમ્પ્લેક્સની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાવળ આત્મારામભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

સંબંધિત સમાચાર