રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 એપ્રિલ, 2025| Super Admin

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ
ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ રસ્તાથી દાંતીવાડા કોલોની અંબાજી ચોક સુધી વિશાળ બાઇક રેલી અને અંબાજી ચોક દાંતીવાડા કોલોની ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમાજસેવાના પ્રસંગો યાદ કરવામાં આવ્યા. વક્તાઓએ તેમના સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર ભાષણો આપ્યા. આ પ્રસંગે દાંતીવાડા તાલુકાના અનુસુચિત સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ સમિતિના પ્રતિનિધિઓએ ડૉ. આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારવા જણાવ્યુ હતું, યુવાઓની મોટી સંખ્યા ઉપસ્થિત રહી, જેમણે બાબાસાહેબના સપના અનુસાર "શિક્ષિત બનો, સંઘર્ષ કરો, એકતા બનાવો"નો સંદેશ પ્રસારિત કર્યો હતો ,આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજસેવી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે દાંતીવાડા ના ધનિયાવાડા ખાતે પણ રાજકીય આગેવાનો સહિત યુવાનો અને ગ્રામજનોએ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં.

સંબંધિત સમાચાર