રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 જૂન, 2025| Super Admin

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં વડિયા ના શખ્સનેએક વર્ષની સજા ફટકારી

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં વડિયા ના શખ્સનેએક વર્ષની સજા ફટકારી
રૂપિયા 2.15 લાખ ફરિયાદીને એક માસમાં ચૂકવવાનો પણ આદેશ; ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં દિયોદર તાલુકાના વડિયા ગામના શકસને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ફરિયાદીને 30 દિવસમાં રૂપિયા 2.15 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ એક મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. કેસની વિગત અનુસાર ડીસાની ધરતી રેસીડેન્સી ખાતે રહેતા કાંતિભાઈ ભુદરાજી સોલંકીએ તેઓના ગામ દિયોદર તાલુકાના વડિયા ગામના સુરેશભાઈ પાંચાજી મળીને પૈસાની જરૂર હોય હ રૂપિયા બે લાખ હાથઉછીના આપ્યા હતા. આરોપીએ આ રકમ પાંચ મહિનામાં પરત કરવાનું વચન આપ્યું હતું. સમય મર્યાદા વીતી ગયા બાદ ફરિયાદીએ આરોપી પાસે નાણાંની ઉઘરાણી કરી હતી, જેના બદલામાં આરોપીએ રૂપિયા બે લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં ભંડોળ ન હોવાના કારણે તે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપીને લેખિત નોટિસ મોકલવા છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી.આથી ફરિયાદી કાંતિભાઈ સોલંકીએ આરોપી સુરેશ માળી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષદભાઈ શનાભાઇ ચાવડાની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદીના વકીલ એસ.આઈ. સાંખલાએ કરેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી રબારી સુરેશ પાંચાજી માળીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર તરીકે રૂપિયા 2.15 લાખ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

સંબંધિત સમાચાર