રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 માર્ચ, 2025| Super Admin

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરી

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરી
ફરિયાદીને રૂ.5.50 લાખ બે માસમાં વળતર પેટે ચૂકવવા કર્યો હુકમ; વેપારી મથક ડીસામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા કરી ફરીયાદી ને ₹ 5,50,000/- બે માસની અંદર વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ, શાંતિભાઈ કાળુભાઈ દેસાઈ એન્ડ કંપનીના પ્રોપરાઇટર શાંતિભાઈ કાળુભાઈ દેસાઈ રહે.વળાવડ પો.લોરવાડા તા.-ડીસા જીલ્લો-બનાસકાંઠાવાળાને આરોપી કરસનભાઈ ધનાભાઈ ડોડીયા પાસેથી ₹11,49,741/- બટાકાના વેપાર અંગેના લેવાના નીકળતા હતા. જે બાબતે આરોપીએ ફરિયાદીને ₹5,50,000/- નો ચેક આપેલ. જે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત (બાઉંસ) થતા ફરિયાદીએ ડીસાની કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ક્રીમીનલ કેસ નં-૧૮૪૪/૨૦૨૩ ચાલી જતા ડીસા તાલુકાના મે. બીજા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એન સૈયદે ફરિયાદીના વકીલ ભાવેશકુમાર સી. રાવલની દલીલો તથા નામદાર ઉપલી અદાલતોના નિર્ણયોને ધ્યાને લઈ આરોપી કરસનભાઈ ધનાભાઈ ડોડીયા રહે.બીલીમોરાને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે. તેમજ સી.આર.પી.સી. ની કલમ-૩૫૭ (૩) મુજબ ફરિયાદવાળા ચેકની રકમ  ₹5,50,000/- બે માસની અંદર વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો આરોપી વળતળની રકમ ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.

સંબંધિત સમાચાર