દેવનગરી ડીસા મધ્યે વિદ્યમાન બાબા રામદેવપીરના પરચાધારી મંદિરે વહેલી સવારથી જ બાબાના પ્યારા ન્યારા ભક્તો દર્શન કરવા ઉમટ્યાં હતાં. ભાદરવા સુદ બીજના પુનિત દિવસે બાબાનું અવતરણ થયું હોવાથી દરેક અજવાળી બીજ સવિશેષ મહિમા ધરાવે છે.એકવાર પાટોત્સવમાં મહા સુદ બીજે એક સાથે બાર જગ્યાએ હાજરી આપી હોવાથી બાબા રામદેવપીર બાર બીજના હાજરાહજૂર ધણી ગણાય છે.દૂર દૂરથી પગપાળા અને ગાડીમાં આવેલાં ભાવિક ભક્તોએ શ્રદ્ધા અનુસાર ભેટ પ્રસાદ અર્પણ કર્યાં હતાં અને સ્વસ્થ મસ્ત સ્વાસ્થ્ય મતિ અને સમૃદ્ધિ માટે બાબાના પાવન ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ડીસાના રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
12 કલાક પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
13 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર
1 દિવસ પહેલા
