રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના બારડપુરા મારુવાસનું નાળું સાફ કરવાની માંગ

પાલનપુરના બારડપુરા મારુવાસનું નાળું સાફ કરવાની માંગ
દુર્ગધ મારતું ગંદકીયુક્ત નાળું રોગચાળો નોતરે તેવી ભીતિ; પાલનપુર નગરપાલિકા દ્વારા મહિને કરોડો રૂપિયાના આંધણ બાદ પણ સફાઈ પરત્વે દુર્લક્ષતા સેવાઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરના બારડપુરા મારુવાસ પાસેનું ખુલ્લું નાળું સફાઈના અભાવે ગંદકી નું ધામ બનતા જાહેર આરોગ્ય માટે ખતરા રૂપ બન્યું હોઈ સ્તવરે સફાઈ કરવાની માંગ ઉઠી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પરિણામ મળતું નથી. ત્યારે જમીની હકીકત નજર અંદાજ કરી શાસકોને સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન સફળ કરવાનું શૂરાતન ઉપડ્યું છે. શહેરમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે શહેરના બારડપુરા મારુવાસ પાસે ખુલ્લું નાળું આવેલું છે. જે નાળા ની સફાઈ ન થતા ગંદકીનું ધામ બન્યું છે. હાલમાં નાળાની સફાઈ ન થતા નાળામાં કચરો ભરાતા ભયંકર દુર્ગંધ મારી રહ્યું છે. જેને કારણે મારુવાસ સાહિતના સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોઇ પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નગરસેવિકા આશાબેન રાવલે ચીફ ઓફિસરને આ નાળાની તાકીદે સફાઈ કરાવી દવા છંટકાવ કરવાની રજુઆત કરી છે.

સંબંધિત સમાચાર