પાટણના સાંતલપુરમાં તંત્રની નિષ્ક્રિયતા કારણે પ્રજા અનેક યાતનાઓ ભોગવી રહી છે. ત્યારે રોડ રસ્તાની હાલત પણ દયનીય બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાંતલપુર માં બિસ્માર બનેલા માર્ગ ના કારણે રાહદારીઓ,વાહન ચાલકો અને આમ પ્રજા અવાર-નવાર અકસ્માત નો ભોગ બનતા હોવાની ધટનાઓ પણ સજૉતી હોય છે છતાં તંત્ર દ્વારા આવા માગૅ નું રિપેરિંગ કામ નહીં કરાવી નીંદ્રાધીન અવસ્થા માં રાચતું હોવાથી તંત્ર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુરના બજાર માગૅ સહિત બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓના સામ્રાજ્યના કારણે શનિવારે આ માગૅ પરથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલ એક ખાનગી વાહન આ ખાડાવાળા માગૅ પર પલ્ટી ખાતા બચી જતાં મોટી જાનહાની ટળી હતી. ત્યારે તંત્ર દ્વારા સાંતલપુર ના બજાર માગૅ સહિત બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પરના મસમોટા ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
સાતલપુરના બજાર માર્ગો તેમજ બ્રિજ પાસે નો સર્વિસ માર્ગ અકસ્માત સર્જે તે પહેલા રીપેરીંગ કરાવવાની માંગ ઉઠી

ટેગ્સ:#santalpur#potholes#public safety#Patan district#Emergency Response#Infrastructure Issues#Traffic Accidents#Community Concerns#Road Conditions#Service Road Repair#Market Roads#Administration Inaction#Local Demand for Repairs
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
9 કલાક પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
1 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
