રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 માર્ચ, 2025| Super Admin

ડીસા અનાજ માર્કેટયાર્ડ આજથી આગામી સાત દિવસ બંધ રહેશે

ડીસા અનાજ માર્કેટયાર્ડ આજથી આગામી સાત દિવસ બંધ રહેશે
સાતમ બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમવા લાગશે; ઉત્તર ગુજરાતનું મોખરાનું કહી શકાય તેવું ડીસાનું અનાજ માર્કેટયાર્ડ આજથી સાત દિવસ માટે બન્ધ રહેશે. અનાજ માર્કેટયાર્ડમાં કામ કરતા મોટાભાગે રાજસ્થાનના હોઈ હોળીના તહેવારોમાં પોતાના વતન રાજસ્થાન જતા હોઈ માર્કટયાર્ડ આગામી સાત દિવસ માટે બંધ રહેતું હોય છે. રંગોના તહેવાર એવા હોળી ધુળેટીના પર્વનું રાજસ્થાનમાં અનેરું મહત્વ છે અને મારવાડીઓ માટે એક કહેવત પણ પ્રચલિત છે કે "દિવાળી તો અઠે કઠે પણ હોળી તો મારવાડ મેં" સમગ્ર દેશમાં વસતા રાજસ્થાની લોકો માટે દીવાળી કરતા હોળીના તહેવારનું મહત્વ વિશેષ છે તેઓ હોળીના તહેવાર દરમિયાન દેશના કોઈપણ ખૂણે વ્યવસાય કરતા હોવા છતાં પણ હોળીના તહેવાર દરમિયાન પોતાના માદરે વતન રાજસ્થાન ખાતે આવતા હોય છે તેમજ રંગોના તહેવાર હોળી ધુળેટી ને ખુબજ ધામ ધૂમથી ઉજવતા હોય છે. ત્યારે ડીસામાં પણ વ્યવસાય અર્થે અનેક રાજસ્થાની લોકો વસવાટ કરી રહ્યા છે. તેમાંય ડીસા માર્કેટયાર્ડ ખાતે હમાલીનું કામ કરતા તમામ મજૂરો રાજસ્થાનના હોઈ તેઓ પણ આ હોળીનો તહેવાર મનાવવા રાજસ્થાન જતા રહેતા હોય છે. જેના પગલે માર્કેટયાર્ડ મજૂરોના અભાવે ખાલી થઇ જતા માર્કેટયાર્ડ દ્વારા પણ સાતમ સુધી સાત દિવસ માટે મીની વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના પગલે આગામી 13 થી 21 માર્ચ દરમિયાન સાત દિવસ માટે માર્કટયાર્ડ સંપૂર્ણ બંધ રહેશે અને સાતમ બાદ માર્કેટયાર્ડ ફરીથી ધમધમતું થશે.

સંબંધિત સમાચાર