રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જુલાઈ, 2026| Super Admin

પ્રથમ બેઠકમાં નિર્ણય: પાટણ શેલ્ટર હોમના CCTV હવે ઇન્ટરનેટથી સજ્જ થશે

પ્રથમ બેઠકમાં નિર્ણય: પાટણ શેલ્ટર હોમના CCTV હવે ઇન્ટરનેટથી સજ્જ થશે

પાટણ નગરપાલિકાની સમાજ સંગઠક શાખા સમિતિની પ્રથમ બેઠક ચેરમેન છાયાબેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શેલ્ટર હોમમાં લગાવેલા સીસીટીવી કેમેરા માટે નવા ઇન્ટરનેટ કનેક્શનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.બેઠકની શરૂઆતમાં એનયુએલએમ સ્ટાફ દ્વારા ચેરમેન તથા સમિતિના હાજર રહેલા છ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન દ્વારા મળેલી મંજૂરી મુજબ સમિતિની બેઠકની એજન્ડા પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

બેઠકમાં ભારત સરકારના DAY-NULM પ્રોજેક્ટ હેઠળ પાટણ નગરપાલિકા સંચાલિત અંબાબાઈ ધર્મશાળા ખાતેના નવીન શેલ્ટર હોમમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ઓનલાઈન ઇન્ટરનેટ કનેક્શનની મુદત પૂર્ણ થવાનો મુદ્દો રજૂ થયો હતો. નવા ઇન્ટરનેટ કનેક્શન માટે ત્રણ એજન્સીઓના ભાવપત્રક (quotations) પ્રાપ્ત થયા હતા. ચર્ચા-વિચારણા બાદ, એક્સપ્લોર વર્લ્ડ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડપાટણ દ્વારા બે વર્ષની ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે પ્રસ્તાવિત રૂપિયા 9,000 નો સૌથી ઓછો ભાવ સ્વીકારવામાં આવ્યો હતો જેને સમિતિના તમામ સભ્યોની સર્વાનુમતે આ કામને મંજૂરી આપવામાં આવી હતી અને આ નિર્ણયને આગામી કારોબારી સમિતિ સમક્ષ રજૂ કરવા ઠરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત, બેઠકમાં અન્ય કોઈ કામકાજ ન હોવાથી, ચેરમેન દ્વારા સમિતિના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર