રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં જુની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો : ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ

ડીસામાં જુની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો : ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ

ડીસા શહેરમાં જૂની અદાવતને લઈને એક ૨૦ વર્ષીય યુવક પર ચાર શખ્સોએ ભેગા મળી લોખંડની પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની ફરિયાદના આધારે ડીસા દક્ષિણ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતો અને ડીએનપી કોલેજમાં અભ્યાસ કરતો ધવલકુમાર ચીકુજી ઠાકોર (ઉં.વ. ૨૦) ગત તા. ૩૦/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર રમેશભાઈ પાસવાન નામના શખ્સે તેને ગાળો આપી હતી. ધવલે ગાળો આપવાનું કારણ પૂછતા મામલો બિચક્યો હતો.

​ફરિયાદ મુજબ, નરેન્દ્ર પાસવાને છત પરથી પથ્થર મારી ધવલને ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ નરેન્દ્રના પિતા રમેશભાઈ પાસવાન, માતા શર્મીલીબેન અને ભાઈ વિનોદભાઈ પાસવાન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. શર્મીલીબેને ધવલને પકડી રાખ્યો હતો, જ્યારે પિતા અને બંને પુત્રોએ લોખંડની પાઇપ તથા ધોકા વડે ધવલના મોઢા અને કપાળના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા.

​આ હુમલામાં ધવલના દાંત તૂટી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોથી બચવા ભાગતી વખતે યુવક દીવાલ પરથી પડી જતા બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ડીસા દક્ષિણ પોલીસે ધવલ ઠાકોરની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અગાઉ થયેલ મનદુઃખના કારણે આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર