રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા3 માર્ચ, 2026| Super Admin

વિસનગરના ગોઠવામાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : 4 શખ્સો રંગે હાથ ઝડપાયા

વિસનગરના ગોઠવામાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : 4 શખ્સો રંગે હાથ ઝડપાયા

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને મળી મોટી સફળતા. શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા મસ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રેકેટ મામલે કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વિસનગર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસનગર તાલુકા પોલીસને મળેલી બાતમી મુજબ ગોઠવા ગામના 'ગુછરીના ટેબા' તરીકે પ્રખ્યાત ખેતરમાં કેટલાક ઇસમો એકઠા થઈને મોબાઈલ ફોન દ્વારા લોકો સાથે શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરી રહ્યા હતા. પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા ખેતરના શેઢા પર ઝાડ નીચે બેસીને મોબાઈલ ફોનમાં વ્યસ્ત ચાર શખ્સો સ્થળ પરથી જ મળી આવ્યા હતા. આ શખ્સોના મોબાઈલમાં 'માર્કેટ પલ્સ' અને 'એન્જલ વન' જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શેરબજારના ચડાવ ઉતાર પર ધ્યાન રાખતા હતા. પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે કે આ શખ્સો ગ્રાહકોને ફોન કરીને પોતાની ઓળખ અમદાવાદ અને રાજકોટની પ્રતિષ્ઠિત ટેકનિકલ સ્ટોક રિસર્ચ કંપનીઓના એજન્ટ તરીકે આપતા હતા. તેઓ ખોટા નામો ધારણ કરી ગ્રાહકોને શેરબજારમાં વધુ કમાણી કરી આપવાની લાલચ આપતા હતા. ગ્રાહકો જ્યારે રોકાણ માટે તૈયાર થાય, ત્યારે તેઓને વસંતજી રજુજી ઠાકોર નામના શખ્સના મોબાઈલ નંબર પર સંપર્ક કરાવી નાણાં પડાવતા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 10 મોબાઈલ ફોન તેમજ રોકડ 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મામલે નરેશજી પ્રવિણજી ઠાકોર, કિશોરજી પ્રવિણજી ઠાકોર, કરણજી પારખાનજી ઠાકોર (રહે. વાઘાજીપુરા, ગોઠવા) અને રાહુલજી ઉષાજી ઠાકોર (રહે. ગોઠવા)ની ધરપકડ કરી છે. તેઓના સાગરીત વસંતજી રજુજી ઠાકોર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ વિણગર તાલુકા પોલીસના ડી સ્ટાફે મસમોટા રેકેટનો પર્દાફાશ કરી લોકોને મોટી છેતરપીંડીનો ભોગ બનતા બચાવી લેવાયા છે.    

સંબંધિત સમાચાર