રખેવાળ
બ્રેકિંગ
મહેસાણા28 માર્ચ, 2026

મહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી

મહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી

શેરબજારની ટિપ્સની લાલચે છેતરપીંડીની મોડેસ ઓપરેંડી

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખેતરમાં બેસી ચલાવવામાં આવતાં છેતરપિંડીના નેટવર્ક પર વડનગરની પોલીસ અચાનક ત્રાટકી હતી, જેના કારણે ખેતરમાં હાજર ડબ્બા ટ્રેડિંગના નામે છેતરપીંડી કરનારા લોકોમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો.

મહત્વની વાત એ છે કે, શેરબજારમાં ટિપ્સ આપવાની લાલચ આપી ગ્રાહકોને જાળમાં ફસાવવાનું મસમોટું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. જેનો વડનગર પોલોસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે પાળેલા દરોડામાં 3 મોબાઈલ ફોન અને રેન્ડમ નંબરના લિસ્ટ સાથે 2 આરોપીઓ રંગે હાથ ઝડપાયા છે. જ્યારે સમગ્ર રેકેટ ચલાવતો મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતી. ડમી સીમકાર્ડ પૂરા પાડનાર મુખ્ય સૂત્રધાર સહિત ૩ શખ્સો પોલીસ રેઇડ દરમિયાન નાસી છૂટ્યા.

મહેસાણા શહેર સહિત ઊંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ, કડી જેવા મહત્વપૂર્ણ શહેરોમાં પણ આ ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. જેમાં પંથકમાં તો ઠેર ઠેર લોકો સાથે આ પ્રકારની છેતરપીંડી આચરવામાં આવતી હોવાના વધુ પ્રમાણમાં કેસ નોંધાયેલા છે. પરંતુ વડનગરના અમરથોળ પંચામાતા રોડ પર આવેલા ખુલ્લા ખેતરમાં છેતરપીંડીનું કાવતરું ઘડવામાં આવતું હતું. વડનગર પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વડનગર પોલીસની આ સતર્કતાથી 'ડબ્બા ટ્રેડિંગ' કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

ટેગ્સ:#Vadnagar#Dabba Trading

સંબંધિત સમાચાર