રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ફેબ્રુઆરી, 2025| Super Admin

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા જીલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું ખૂબ સુંદર અભિયાન ચાલી રહેલ છે. જેમાં ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બનાસકાંઠા જીલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજ, પોલીટેકનિક, આઇટીઆઇ તેમજ શહેરની સોસાયટીઓ ખાતે કુલ - ૫૮ સેમિનારો યોજીને લોકોને જાગૃત કરેલ છે, જે અનુસંધાને તા.૧ર/૦૨/૨૦૨૫ ના રોજ સરદાર કૃષિનગરનગર દાંતીવાડા મુકામે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા નાઓએ સાયબર ફ્રોડના બની રહેલ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સુંદર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. જેમાં નાણાંકીય છેતરપિંડીમાં OTP, ફેક વેબસાઇટ, ફીશીંગ લીંક, ATM ફ્રોડ, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડીંગ, લોન એપ્લીકેશન, ઓનલાઇન જોબ ફ્રોડ, ઉપરાંત સોશિયલ મિડીયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ ટાસ્ક, કસ્ટમ ઓફિસર ફ્રોડ, આર્મીના નામથી ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ, ડીજીટલ એરેસ્ટ ઉપરાંત અન્ય બની રહેલ રોજીંદા બનાવો તેમજ સાયબર સિક્યુરિટી સંદર્ભે સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતે સેટ કરવા અને એન્ડ્રોઇડ મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમુજી અંદાજમાં ખૂબ જ સુંદર માહિતી પુરી પાડી અને જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા વાકેફ કર્યા હતા. આ સેમિનારમાં પાલનપુર રોટરેક્ટ ક્લબના હોદ્દેદારો તથા દાંતીવાડા યુનિવર્સીટીના તમામ ફેકલ્ટીના પ્રિન્સીપાલઓ, પ્રોફેસરઓ અને કોલેજના આશરે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર