રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 માર્ચ, 2025| Super Admin

તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ; મકાનનું લોક તોડી અંદર પ્રવેશ 1 લાખ 5 હજારની મતાની ચોરી

તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ; મકાનનું લોક તોડી અંદર પ્રવેશ 1 લાખ 5 હજારની મતાની ચોરી

કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલી સંતરામ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરનું કામ કરતા કીર્તિભાઈ ઠાકરના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે કીર્તિભાઈ મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં સૂતા હતા. તેમના પત્ની અને દીકરી ઘરના ઉપરના માળે સૂતા હતા. આ દરમિયાન તસ્કરોએ મકાનનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કીર્તિભાઈ અચાનક જાગી જતાં તેમણે બે તસ્કરોને ઘરની બહાર નીકળતા જોયા હતા. તેમણે બૂમાબૂમ કરતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. સોસાયટીના રહીશો એકઠા થયા ત્યારે ઘરની તપાસ કરતાં લાકડાના કબાટમાંથી સોનાની વીંટી, રોકડ રકમ અને પાકીટની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કુલ 1 લાખ 5 હજારની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળતાં કીર્તિભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર