રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 ડિસેમ્બર, 2025| Super Admin

મહેસાણાના કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મના મામલે કોર્ટે ઓપીના જામીન ફગાવ્યા

મહેસાણાના કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મના મામલે કોર્ટે ઓપીના જામીન ફગાવ્યા

મહેસાણા જિલ્લામાં કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર લગભગ છ એક મહિના પહેલા આ ઘટના બનવા પામી હતી, જ્યારે મોહમદ મુનાફ પરમાર નામના શખ્સે પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બનાવ બાદ ફરિયાદીએ પોતાના રક્ષણ અને બચાવ માટે કોર્ટમાં ઘા નાખી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી મોહમદ મુનાફ પરમારે પોતાના જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ અંગે તપાસમાં કોર્ટને ધ્યાને આવ્યું હતું કે આરોપી મોહમદ મુનાફ પરમાર નામનો આરોપી ત્રણ સંતાનોનો પિતા છે અને હાલ જોટાણા કોર્ટમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. પીડિતાને લગ્નના નામે વિશ્વાસમાં લઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી છેતરી હતી. જોકે, આરોપી દ્વારા ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ કેસની પરિસ્થિતિ, પુરાવા અને રજૂ કરાયેલ દલીલોને આધારે સરકારી વકીલ પરેશ દવે દ્વારા જોરદાર વાંધા ઉઠાવવામાં આવતા વકીલની દલીલોને આધારે કોર્ટે અંતે આરોપીના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર