રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસામાં ચાર પત્રકારના જામીન કોર્ટે ફરી ફગાવ્યા

ડીસામાં ચાર પત્રકારના જામીન કોર્ટે ફરી ફગાવ્યા

ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવા અંગે નોંધાયેલી ફરિયાદના મામલામાં સંડોવાયેલા ચાર પત્રકારોને આજે સોમવારે બીજી મુદતે ડીસાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના જામીન ફરી એકવાર નામંજૂર કર્યા હતા. ​પ્રાપ્ત વિગતો અનુસાર, ફટાકડાના વેપારીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પત્રકારો દ્વારા તેમને ધમકાવીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે દક્ષિણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કુલ છ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ચાર પત્રકારોને ઝડપી પાડ્યા હતા. ​ઝડપાયેલા આ ચાર પત્રકારોને અગાઉ પ્રથમ મુદતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. જામીન માટે આજે બીજી વાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાં બંને પક્ષોની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીસા કોર્ટના જજે આ ચારેય પત્રકારોના જામીન નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. ​કોર્ટે જામીન અરજી ફગાવતા, કથિત ખંડણી કેસમાં ઝડપાયેલા આ પત્રકારોને હાલ જેલમાં જ રહેવું પડશે. પોલીસ દ્વારા અન્ય બે ફરાર પત્રકારોને ઝડપી પાડવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. આ કેસની આગળની કાર્યવાહી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.    

સંબંધિત સમાચાર