રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણામાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકારતી કોર્ટ આરોપી નિર્દોષ છૂટ્યા

મહેસાણામાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકારતી કોર્ટ આરોપી નિર્દોષ છૂટ્યા

મહેસાણાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પટેલ રીન્કેશકુમાર મફતલાલ રહે. ૨૫/સી-તિરુપતિ ટાઉનશીપ, રંગોલી હોટલની સામે નાગલપુર વાળાએ પરમાર સુનીલકુમાર મનુભાઈ ઉપર ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ રૂ.૩,૦૦,૦૦૦/- અંકે રૂ.ત્રણ લાખ પુરાના ચેક રીટર્નની મહેસાણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જે બાબતે નામદાર કોર્ટમાં કેસ ચાલતો હોઈ જેમાં સુનીલભાઈએ અગાઉ ફરીયાદીને રૂ. ૪૧,૦૦૦ /- ફોનપેથી આપેલ તેમજ નાણાકીય વ્યવહાર દરમિયાન સદર સુનીલભાઈએ પોતાના દાગીના આપ્યા હતા એ દાગીના ફરીયાદી રીન્કેશકુમારએ બારોબાર રૂ. ૩,૩૩,૫૦૦/- માં વેચી દીધેલ હતાં. આમ છતાય ફરિયાદીએ સિક્યોરિટી માટે આપેલો પોતાની પાસે રહેલા ચેકનો દુરપયોગ કરી રૂ.૩,૦૦,૦૦૦/- નો કેસ દાખલ કરેલ હતો. જેમાં સદર કેસ બાબતે તમામ હકીકતો પુરવાર થતાં તેમજ વકીલ જયદેવસિંહ બી.ચાવડાની ધારદાર દલીલો અને રજુઆતો સાંભળી ત્રીજા જ્યુડી. મેજી ફ.ક.મહેસાણા બી.સી.ત્રિપાઠીએ આરોપી પરમાર સુનીલકુમાર મનુભાઈને નિર્દોષ છોડી મુકેલ અને ફરીયાદી પટેલ રીન્કેશકુમાર મફતલાલને આરોપી ઉપર ખોટો કેસ દાખલ કરવા અને ના.કોર્ટનો એક વર્ષ ૧૦ માસ જેટલો કિમતી સમયનો બગાડવા બદલ રૂ. ૧,૦૦,૦૦૦/- અંકે રૂ.એક લાખનો દંડ એક માસમાં ડી.એલ.એસ.એમાં જમા કરાવવા અને ફરીયાદી સદર રકમ નિયત સમયમાં જમા ના કરાવે તો કલેકટર મહેસાણાને વસુલાત કરવા અને વસુલાત ના થાય તેવા સંજોગોમાં છ માસ ની સદી કેદની સજા ભોગવવાનો હુકમ કરી નિર્દોષ લોકોમે ખોટા કેસમાં ફસાવી વ્યાજના વિષચક્રમાં ડુબાડી દેતા આવા લોકોને ન્યાયના હિતમાં સબક શીખવાડી સમાજ જીવનમાં દાખલારૂપ ઉદાહરણ આપેલ.

સંબંધિત સમાચાર