રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં લગ્નની લાલચે મહિલા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ફરિયાદ

પાટણમાં લગ્નની લાલચે મહિલા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ફરિયાદ

મોજ એપ પર પરિચય બાદ રાજકોટ અને પાટણમાં અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા

બ્લેકમેલિંગ અને બળજબરીથી ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ 

પાટણ શહેરમાં લગ્નની ખોટી લાલચ આપી એક વિવાહિત મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવા,બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવા અને અંગત ફોટા વાયરલ કરી લગ્નજીવન તોડી નાખવા બદલ એક શખ્સ સામે પાટણ સીટી B-ડિવિઝન પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો છે. મોરબી જિલ્લાની 35 વર્ષીય પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પાટણના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની આરોપી ભરતભાઈ ઉર્ફે ભાવેશ ધર્માભાઇ ચમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2021માં ભોગ બનનાર મહિલા સોશિયલ મીડિયા એપ્લિકેશન 'મોજ' (Moj App)નો ઉપયોગ કરતી હતી, તે દરમિયાન તેનો સંપર્ક આરોપી ભરતભાઈ સાથે થયો હતો.ધીમે-ધીમે બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ હતી જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી. સપ્ટેમ્બર 2021માં આરોપી કામ અર્થે રાજકોટ આવ્યો ત્યારે તેણે મહિલાને આજી ડેમ પાસે બોલાવી લગ્ન કરવાની લાલચ આપી પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પ્રથમ શારીરિક સંબંધ બાદ જ્યારે મહિલાએ લગ્ન કરવાનો આગ્રહ કર્યો, ત્યારે આરોપી ભરતભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.આથી પીડિતાએ પોતાના પરિવારની સંમતિથી 14 ડિસેમ્બર, 2021ના રોજ અન્ય એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને લગ્નજીવન દરમિયાન એક દીકરો પણ થયો હતો. જોકે, મહિલા સ્થિર થઈ હોવા છતાં આરોપીએ ફરીથી તેનો સંપર્ક સાધ્યો હતો અને ગત 25 જૂન, 2025ના રોજ આરોપી તેમજ તેનો મિત્ર સંજય ગાડી લઈને મહિલાને વાંકાનેર-મોરબી હાઈવે પરથી બળજબરીથી અમદાવાદ અને પાટણની હોટલમાં લઈ ગયા હતા જ્યાં ફરી દુષ્કર્મ ગુજારાતા મહિલા ગર્ભવતી બની હતી.

મહિલાએ ગર્ભપાત કરાવવાની ના પાડીને ફરી લગ્નનું દબાણ લાવતા આરોપીએ તેનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીએ ભોગ બનનારના મહિલાના અંગત પળોના ફોટા વાયરલ કરી દેતા મહિલાના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું અને 11 ડિસેમ્બર, 2025ના રોજ તેના પતિ સાથે છૂટા છેડા થઈ ગયા હતા. સંસાર ઉજડી ગયા બાદ પણ નરાધમનો ત્રાસ ચાલુ રહ્યો હતો અને તેણે પીડિતાને ડરાવી-ધમકાવી તેમજ શારીરિક ઈજાઓ પહોંચાડીને અમદાવાદ તથા પાટણની હોટલોમાં તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

આ ગંભીર અને સંવેદનશીલ મામલે અગાઉ સ્થાનિક પોલીસ અરજીઓ અને હાઈકોર્ટ સુધી લાંબી કાનૂની લડત ચાલ્યા બાદ, આખરે ભોગ બનનાર મહિલા પાટણ સીટીB-ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી.પોલીસે આ મામલે પીડિતાની ફરિયાદના આધારે આરોપી ભરતભાઈ ઉર્ફે ભાવેશ ચમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર