રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હોમગાર્ડઝ જવાનોની પ્રશસનીય કામગીરી

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હોમગાર્ડઝ જવાનોની પ્રશસનીય કામગીરી
જિલ્લા કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડનું સન્માન અંબાજી ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં બનાસકાંઠા, મહેસાણા સહિતના 2500 થી વધુ હોમગાર્ડઝના જવાનોએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝમાં જિલ્લા કમાન્ડન્ટ તરીકે હિંમતસિંહ રાઠોડને આવ્યા બાદ જવાનોનો જુસ્સો વધી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં બનાસકાંઠા, મહેસાણા, ગાધીનગર, અમદાવાદ, બોટાદ, દ્રારકા અને સુરેન્દ્રનગર સહિતના 2509 જેટલાં હોમગાર્ડઝના જવાનો ફરજમાં જોડાયા હતાં. જે દરમિયાન બંદોબસ્તમાં આવેલ તમામ જવાનોને પુરતી સુવિધા મળી રહે તે માટે તેમજ વ્યક્તિગત રૂબરૂ મળીને પણ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. અંબાજી બંદોબસ્ત દરમિયાન જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સતત આઠ દિવસ સુધી રાત દિવસ હાજર રહી જવાનોના વેલફેરને અગ્રતા આપ્યો હતો. બંદોબસ્ત સુખરૂપ પૂર્ણ થતાં નિષ્કામ સેવા સાથે જોડાયેલા હોમગાર્ડઝ જવાનોની કામગીરીને બિરદાવી જિલ્લા કલેકટર મિહીર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ નું મોમેન્ટો આપી સન્માનિત કરી જવાનોની કામગીરીને બિરદાવી હતી. જવાનોએ ગુજરાત હોમગાર્ડઝનું ગૌરવ વધાર્યું છે.

સંબંધિત સમાચાર