રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

કલેકટર મિહિર પટેલ ટ્રેકટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો

કલેકટર મિહિર પટેલ ટ્રેકટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર બે દીવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે. કલેકટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટી તંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાત્રી આપી હતી.કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ટ્રેકટર અને બોટ મારફત ચાર ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવર ગઢ, દૂધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ માટે ખાત્રી આપી હતી. કલેકટર મિહિર પટેલ બોટ અને ટ્રેક્ટર મારફત સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આશ્રય લઈ રહેલા લોકોને મળીને તેમને કઈ કઈ સુવિધાઓ મળી રહી છે તે બાબતે આશ્રિતો સાથે ચર્ચા કરી હતી.તેમણે બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈને બાળકો તથા મહિલાઓ સાથે પણ વાતચીત કરીને તંત્ર તમારી સાથે છે તથા તમામ પ્રકારની સગવડ આપવા બાબતે ચર્ચા કરી હતી. આ સમયે કલેકટરે નાના બાળક સાથે લાગણીસભર વાતચીત કરીને બેટા તું કેમ છે ? હું અને મારી ટીમ તારી સાથે છીએ ગભરાતો નહીં મુજબ વાતચીત કરી હતી.

સંબંધિત સમાચાર