રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ ખાતે જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે કલેકટરે સૂચના આપી

પાટણ ખાતે જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે કલેકટરે સૂચના આપી

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટ ના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ જાહેર હિતના મુદ્દાઓને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગટરો તથા કેનાલની સફાઈ, માર્ગોની મરામત, સમી તાલુકામાં પીવાના પાણીની સમસ્યા, કોડધા ખાતે કૃષિ વીજ કનેક્શન, ક્ષતિગ્રસ્ત ભારતમાલા રોડનું રીપેરિંગ, હોર્ડિંગ્સનું સંચાલન, રખડતા ઢોરની સમસ્યા તથા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હપ્તાની ચૂકવણી જેવા વિવિધ મુદ્દાઓ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરે રજૂ કરાયેલા મુદ્દાઓના ઝડપી નિવારણ માટે સંબંધીત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. સાથે સાથે લોકો તરફથી મળેલી અરજીઓ તથા પ્રશ્નોની પણ સમીક્ષા કરીને નિરાકરણ લાવવા માટે જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પ્રાંત અધિકારીઓ તેમજ સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર