રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 મે, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન

બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન
શકિતપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઇવ તથા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી: ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા કરાઈ અપીલ સરકારશ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત પખવાડીયા ઉજવણીના ભાગરૂપે તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્રને ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન હાથ ધરાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે. આજરોજ શકિતપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઇવ તથા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી, મંદિર સ્ટાફ, ગ્રામ પંચાયત સ્ટાફ સાથે સ્વછતા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન' અંતર્ગત દુકાનદારોને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. દુકાનદારોને સ્વછતા રાખવા સૂચન કરાયું હતું. અધિક કલેકટર કૌશિક મોદી અને મહાનુભાવોના હસ્તે દુકાનદારોને ગુલાબનું ફૂલ આપીને અંબાજીને સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી સમજીને આપણું ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા જરૂરી છે. સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે.

સંબંધિત સમાચાર