રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 એપ્રિલ, 2025| Super Admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્દઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્દઘાટન
સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન; આગામી તારીખ ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૫ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે. આગામી તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૧/૦૪/૨૦૨૫ દરમ્યાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે. જેમાં દેશભરના ૬૦૦થી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરીઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આર્ચરી રમતોનું આયોજન કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેલાડીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે ત્યારે જિલ્લા કલેકટરએ તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીઓને સૂચન કર્યું હતું.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર