ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં કોર્ટના વોરંટના આધારે પાટણ એલસીબીએ અમદાવાદથી બે આરોપીઓને પકડ્યા છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવાઈ રહેલી સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ આ કાર્યવાહી અંતગૅત પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ અમદાવાદમાં છુપાયા છે.બાતમીના આધારે એલસીબી ટીમે અમદાવાદમાં દરોડો પાડી તેમણે અનિલગીરી સુરેશગીરી ગૌસ્વામી (ઉંમર 39, મૂળ વસાઈ ડાભલા, હાલ અમદાવાદ) અને ભૌતીકગીરી રમેશગીરી ગૌસ્વામી (ઉંમર 34, મૂળ ઈડર, હાલ અમદાવાદ)ને તેમના ઘરેથી પકડી પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા અનિલગીરી ગૌસ્વામી સામે અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયેલો છે.જયારેભૌતીકગીરી ગૌસ્વામી સામે સાબરમતી, નરોડા, માધવપુરા, સરદારનગર, ચિલોડા અને સરસ્વતી પોલીસ સ્ટેશન સહિત 7 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ધાકધમકી અને જુગાર ધારા હેઠળના કેસ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.





