રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા1 ડિસેમ્બર, 2025| Super Admin

જુનાડીસામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી, લોકોમાં ભયનો માહોલ

જુનાડીસામાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી,  લોકોમાં ભયનો માહોલ

ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ આયુધો સજાવીને બેઠેલા તસ્કરો દાવ અજમાવવા લાગ્યા છે. ત્યારે જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે લગ્ન પ્રસંગ અર્થે મકાન બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન રાતના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મકાનમાં પ્રવેશી રોકડા રૂ.50,000 અને સોનાના દાગીના મળી કુલ રૂ.1,00,000 નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ થતાં મકાન માલિક દોડી આવ્યા હતા. અને મકાનમાં તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી. આ બાબતે તેમણે રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને ગામલોકોએ પોલીસ દ્વારા ચુસ્ત રાત્રિ પેટ્રોલિંગની માંગ કરી હતી.    

સંબંધિત સમાચાર