રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જૂન, 2026| Super Admin

અંબાજીમાં બુલડોઝર એક્શન: શક્તિ કોરિડોર માટે મેગા દબાણ હટાવ અભિયાન-૨.૦ શરૂ

અંબાજીમાં બુલડોઝર એક્શન: શક્તિ કોરિડોર માટે મેગા દબાણ હટાવ અભિયાન-૨.૦ શરૂ

યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના પ્રથમ ફેઝના કામને ઝડપી બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ‘દબાણ 2.0’ અંતર્ગત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર અને એસડીએમની દેખરેખ હેઠળ ચાર વિશેષ ટીમો બનાવીને રેવન્યુ, ગ્રામ પંચાયત તથા માર્ગ અને મકાન વિભાગની જમીન પર આવેલા અંદાજે 30 થી વધુ કાચા-પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા.

અગાઉ રબારીવાસ વિસ્તારમાં 85 જેટલા દબાણો હટાવાયા બાદ આજે ફરી કોરિડોરના માર્ગમાં નડતરરૂપ બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ કામગીરીની સૌથી સંવેદનશીલ બાબત એ રહી કે પોતાના ઘરો તૂટતા હોવા છતાં સ્થાનિકો તરફથી કોઈ વિરોધ નોંધાયો નહોતો. વર્ષોથી અહીં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો વિકાસને પ્રાથમિકતા આપી સમય પહેલાં જ પોતાના મકાનો ખાલી કરીને તંત્રને સહયોગ આપ્યો હતો.

જોકે ઘર વિહોણા બનેલા પરિવારો હવે આગામી ચોમાસા અને કાળઝાળ ગરમીને લઈને ચિંતિત બન્યા છે. પીડિત પરિવારો અને સ્થાનિકોની સરકાર સમક્ષ માંગ છે કે, તેમને રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે અથવા પીએમ આવાસ યોજના હેઠળ ઘરના બદલે ઘર આપીને યોગ્ય પુનઃવસન કરવામાં આવે. વિકાસ માટે પોતાનું ઘર ગુમાવનારા પરિવારો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર