સમી–રાધનપુર હાઇવે પરથી પુરપાટ પસાર થઇ રહેલ પીકઅપ બોલેરો ગાડીનું ટાયર ફાટતાં ગાડીનો કચચર ધાણ વળી જવા પામ્યો હતો. જોકે આ ગંભીર અકસ્માત ચાલકનો આબાદ બચાવ થતાં સૌ આશ્ચયૅ ચકિત થયા હતા. બપોરના સમયે સમી - રાધનપુર હાઈવે માગૅ પરના વાવલ નજીક રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલ પીકઅપ બોલેરો ગાડીનું અચાનક ટાયર બ્લાસ્ટ થતાં વાહન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને પીકઅપ બોલેરો ગાડી રોડની સાઇડમાં પલ્ટીઓ મારીને ઊંધી વળી જતા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થતાં આ અકસ્માતને નજરે જોનારા લોકો આશ્ચર્યચકિત થયા હતા. અને અકસ્માતમાં જાનહાનિ ટળી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે હાઇવે પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સમી–રાધનપુર હાઇવે પર બોલેરો ગાડીનું ટાયર ફાટયુ : ચાલકનો આબાદ બચાવ

સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
