રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

ડીસા ઉત્તર પોલીસ દ્વારા બાંગ્લાદેશી તેમજ બંગાળી શંકાસ્પદ લોકોની ઓળખ શરૂ

ડીસા ઉત્તર પોલીસ દ્વારા બાંગ્લાદેશી તેમજ બંગાળી શંકાસ્પદ લોકોની ઓળખ શરૂ
વર્ષોથી રહેતા બંગાળીઓના આધાર કાર્ડ પણ તપાસ હેઠળ; ડીસા શહેરમાં વસતા બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળના શંકાસ્પદ લોકોની ઓળખ ડીસા ઉત્તર પોલીસે શરૂ કરી છે. પોલીસ હાલમાં આવા લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની ખરાઈ કરી રહી છે. કાશ્મીરના પહલગાંવમાં આતંકવાદી હુમલા બાદ ઘુસણખોરો બાબતે સરકાર કડકાઇથી પગલા લઈ રહી છે. જેમાં ગઈકાલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા બાંગ્લાદેશી અને બંગાળી લોકોના ડોક્યુમેન્ટસ ચેક કરવાની કાર્યવાહી કર્યા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા વિસ્તારમાં રહેતા પશ્ચિમ બંગાળના લોકોને બોલાવીને તેમના આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. આ આધાર કાર્ડની અધિકૃતતા સુનિશ્ચિત કરવા માટે તેને મામલતદાર કચેરીએ ક્રોસ-ચેકિંગ માટે મોકલવામાં આવશે. એટલું જ નહીં, ગુજરાતમાં છેલ્લા 15 થી 20 વર્ષથી આધાર કાર્ડ ધરાવીને રહેતા લોકોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળથી આવેલા અને શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને તેમના આધાર કાર્ડ અને અન્ય જરૂરી પુરાવા જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ આ બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડવા માટે કટિબદ્ધ બની છે.

સંબંધિત સમાચાર