રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ
ભૂસ્તર વિભાગે છેલ્લા ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપી 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ખનીજ માફિયાઓ દિવસે દિવસે બેખૌફ રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે થરાદ પોલીસે રોયલ્ટી વિના રેતી ભરેલી 6 ટ્રકો ઝડપી પાડી હતી. ઓવર લોડ રેતી ભરેલી ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાની વાત કરીએ તો ભૂસ્તર વિભાગે એક માસમાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. એક જ મહિનામાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે અને 2.33 કરોડ રૂપિયાની આવક પણ મેળવી છે. ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરીને દાદાગીરી કરતા માફિયાઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ચાર મહિનામાં 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપ્યા છે. સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીના કેસ અને દંડ વસૂલાતમાં બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી છે. રાજ્યમાં નદીમાંથી થતી ખનીજ ચોરીના અનેક બનાવો સામે આવ્યાં છે. અધિકારીઓ દ્વારા રેડ પાડવા અંગેની ખનીજ માફિયાઓને અગાઉથી જાણ થતી હોવાની બાતમી મળવાના પણ આક્ષેપ થતાં હોય છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ માફિયાઓ સામે સપાટો બોલાવી દીધો છે.

સંબંધિત સમાચાર