રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા9 મે, 2025| Super Admin

બનાસકાંઠામાં સવારે ૭ વાગ્યા પહેલા અને રાત્રિના ૮ કલાક પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ

બનાસકાંઠામાં સવારે ૭ વાગ્યા પહેલા અને રાત્રિના ૮ કલાક પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, જાહેરનામું આગામી ૩૦ જૂન ૨૦૨૫ સુધી અમલી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સવારમાં ૦૭-૦૦ કલાક પહેલા અને રાત્રિના ૮-૦૦ કલાક પછીના સમયગાળામાં શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા કે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. આ જાહેરનામું આગામી ૩૦ જૂન ૨૦૨૫ સુધી અમલી રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યારા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર