રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા17 માર્ચ, 2026| Super Admin

બહુચરાજીના રણેલા યુવક આત્મહત્યા કેસ : વ્યાજખોરોના ત્રાસે જીવ લેનાર ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

બહુચરાજીના રણેલા યુવક આત્મહત્યા કેસ : વ્યાજખોરોના ત્રાસે જીવ લેનાર ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામે ગત થોડા દિવસો અગાઉ સંદીપ હસમુખભાઈ પટેલ નામના યુવકે વ્યાજખોરોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાદ મૃતકના પિતા હસમુખભાઈએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. યુવકના ખિસ્સામાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી જેના લીધે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું સામે આવ્યુ હતું. બેચરાજીના રણેલા ગામના વતની હસમુખભાઈ ડાહ્યાલાલ પટેલના પુત્ર સંદીપે ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જે બાદ પુત્રની હાલત લથડતા તેને તાત્કાલિક મહેસાણા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું અને તેના ગજવામાંથી બે પાનાની સુસાઈડ નોટની સાથે દવાની ત્રણ ખાલી બોટલો પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં ખુલાસો થયો છે કે, યુવરાજસિંહ પ્રવિણસિંહ રાજપુત, શક્તિસિંહ અને પ્રકાશસિંહ દરબાર નામના શખ્સો પાસેથી સંદીપે વ્યાજે નાણાં લીધા હતા. આ શખ્સો દ્વારા ઉંચા વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને ફોન પર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેનાથી કંટાળીને આખરે સંદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના પિતા હસમુખભાઈએ આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી, જ્યારે મોઢેરા પોલીસે સુસાઈડ નોટ અને પુરાવા કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓ નામે યુવરાજસિંહ પ્રવિણસંગ સોલંકી, રાધુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી, પ્રકાશસિંહ ઉજમસંગ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ માટે કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં બહુચરાજી જે.એમ.એફ.સી કોર્ટ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આરોપીની રિમાન્ડ માટેની અરજી ફગાવી દીધી હતી.જે બાદ સરકાર તરફે સરકારી વકીલ દ્વારા મહેસાણા સેસન્સ કોર્ટમાં દાખલ થયેલ રિવિઝન અરજીમાં ત્રણ આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોપવામાં આવ્યા છે. સરકારી વકીલ પરેશકુમાર દવેની દલીલ આધારે મહેસાણા જિલ્લા સેશન્સ કોર્ટના જજ એમ.એફ.ખત્રી દ્વારા રિવિઝન અરજી મંજુર કરવામાં આવતા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જે બાદ બન્નેય આરોપીઓને પોલીસ રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે.    

સંબંધિત સમાચાર