રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ફેબ્રુઆરી, 2025| Super Admin

દાંતા તાલુકાની વિવિધ શાળાઓમાં ઇકો ક્લબ અંતર્ગત જાગૃતિ અભિયાનનું આયોજન

દાંતા તાલુકાની વિવિધ શાળાઓમાં ઇકો ક્લબ અંતર્ગત જાગૃતિ અભિયાનનું આયોજન

પર્યાવરણની જાગૃતિ માટે શાળાઓમાં પ્રવચન, ફિલ્મ શો, માહિતીનું આદાન-પ્રદાન, નિબંધ લેખન સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ ગુજરાત વન નિર્માણ વિકાસ યોજના હેઠળ ઇકો ક્લબની શાળાઓમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ હેઠળની દાંતા રેંજની વિવિધ શાળાઓમાં જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. દાંતા તાલુકાની પી.એમ.શ્રી, મોડલ સ્કુલ,જગતાપુરા સહિત વિવિધ શાળાઓમાં વિશેષજ્ઞો દ્વારા પ્રવચન, ફિલ્મ શો/માહિતીનું આદાન-પ્રદાન અને નિબંધ લેખન,ચર્ચા સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી. ઇકો-ક્લબ આધારિત પ્રકૃતિ શિક્ષણની પ્રવૃત્તિઓ એ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER)ના મુખ્ય કાર્યક્રમો પૈકીનો એક છે. આ પેટા - ઘટકનો અમલ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા હાથ ઘરવામાં આવે છે. દાંતા રેન્જના કાર્યક્ષેત્રની શાળાઓમાં શાળાના બાળકોને વન્યજીવ અને પર્યાવરણ વિશે માહિતગાર કરાયા હતા. આ સાથે શેરી નાટક, પ્રવચન દ્વારા અને પ્રોજેકટર ઉપર ફિલ્મ શો બતાવી બાળકોને રસપ્રદ માહિતી અપાઈ હતી.

સંબંધિત સમાચાર