રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત24 માર્ચ, 2026| Super Admin

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન

(G.N.S) Dt. 24

અમદાવાદ,

વીર રસની છોળો વચ્ચે ઉપસ્થિત જનમેદનીએ દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની શહાદતને વંદન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5” કાર્યક્રમ ભવ્ય અને ગૌરવમય માહોલમાં યોજાયો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિરતા, શૌર્ય અને અડગ દેશપ્રેમના ભાવોથી ઓતપ્રોત ડાયરાની રજૂઆત દ્વારા રાષ્ટ્રના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના કલાવૃંદે વિરતાભરી વાતો, પ્રેરણાદાયક પ્રસંગો અને શૌર્યગીતોની મનોહર પ્રસ્તુતિ કરી હતી. કલાકારોની ભવ્ય રજૂઆતો દ્વારા દેશના વીર શહીદોની ગાથાઓને જીવંત બનાવી ઉપસ્થિત જનમેદનીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનો અદ્દભૂત સંચાર થયો હતો.

કાર્યક્રમ દરમિયાન શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત અનેક અમર વીર શહીદોની શહાદતને યાદ કરી તેમની વિરતા અને બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર આ મહાન વીરોએ આપેલા બલિદાનની ગાથાઓએ ઉપસ્થિત લોકોમાં અપરંપાર ગૌરવ અને પ્રેરણાનો ભાવ જગાવ્યો હતો.

વીરતા અને શૌર્યથી ઓતપ્રોત ગીતો, કથાઓ અને ભાવવિભોર રજૂઆતોના સ્વરોથી સમગ્ર સાણંદ દેશભક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. વીર રસની છોળો વચ્ચે ઉપસ્થિત જનમેદનીએ દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની શહાદતને વંદન કર્યા હતા.

આ કાર્યક્રમ દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને શહીદોના બલિદાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સ્મરણિય અવસર બની રહ્યો હતો.

આ પ્રસંગે રાજસ્થાનના શહીદ પ્રતાપસિંહજીના પ્રપૌત્ર શ્રી શત્રુસલ્યસિંહજી બારહટ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રીશ્રીઓ સંજયસિંહ મહિડા, કમલેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પ્રવીણભાઈ માળી, કૌશિકભાઈ વેકરીયા, જયરામભાઈ ગામીત, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, શહેર ભાજપા પ્રમુખ પ્રેરકભાઈ શાહ, વીરાંજલિ સમિતિના પ્રદીપસિંહ વાઘેલા અને સંજયભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા, મુળુભાઈ બેરા, ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યભરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર