રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત28 જૂન, 2026| Super Admin

સુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ

સુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત “કિસાન મહાપંચાયત” માં ભાજપ સરકાર સામે જોરદાર રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. ખેતરોમાં નખાતા ગેરકાયદેસર વીજ થાંભલાના વિરોધમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આગામી ૫ જુલાઈએ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસ પર ઉતરવાનું મોટું એલાન કર્યું છે.

કિસાન મહાપંચાયતને સંબોધતા ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, કંપનીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે મીટિંગ થઈ ચૂકી છે અને ખેડૂતોની જમીન પર ૧૦૦ જેટલી હાઈટેન્શન લાઈન હેઠળ દોઢ લાખ જેટલા થાંભલા નાખી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમણે મુખ્યમંત્રી પાસે સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવી ખેડૂતોને નફામાં ભાગ આપવાની માંગ કરી છે. તો બીજી તરફ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના સત્રનો ઉલ્લેખ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ખુદ કૃષિ મંત્રી ખેડૂતોની મજાક ઉડાવે છે કે આટલી સમસ્યાઓ છતાં મત તો ભાજપને જ મળે છે! મોટી કંપનીઓને આંદોલન વગર પાણી મળે છે જ્યારે સામાન્ય જનતાએ વલખાં મારવા પડે છે.

WhatsApp Image 2026-06-28 at 11.23.43 (1).jpeg 2.04 MB
આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પણ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ખેતી ભાંગે અને ખેડૂત શહેરોમાં મજૂરી કરવા મજબૂર બને તે જ આ સરકારની અસલી નીતિ છે. તેમણે ગુજરાતને આ તાનાશાહીમાંથી મુક્ત કરવા ગલીએ-ગલીએ ચૈતર વસાવા જેવા નેતા પેદા કરવા આહવાન કર્યું હતું. જ્યારે જાણીતા ખેડૂત નેતા પ્રવીણ રામે સુરેન્દ્રનગરની ધરતી પરથી ખેડૂત આંદોલન પાર્ટ-૨ નું રણશિંગુ ફૂંકતા ખેડૂતોને અપીલ કરી કે, આપણે સાથે મળીને ભાજપ સરકારની સાથે સાથે એમના અન્યાયી થાંભલાઓને પણ ઉખાડીને ફેંકી દઈએ. વઢવાણની આ મહાપંચાયતમાં આપના અગ્રણી નેતાઓ સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય માટે અવાજ બુલંદ કર્યો હતો. 

સંબંધિત સમાચાર