ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટો વટાવવાના એક મોટા કમિશન રેકેટનો અમદાવાદની રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે વોચ ગોઠવીને મુંબઈથી ગાંધીનગર ડિલિવરી થાય તે પહેલા જ ૩૯ લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે શખ્સોને દબોચી લીધા છે.
આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે, રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ચૌધરી અને તેમની ડી સ્ટાફની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે રદ કરાયેલી નોટોનો મોટો જથ્થો લઈને બે ઇસમો અમદાવાદ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને મહારાષ્ટ્રના જલગાંવથી જૂની નોટો લઈને આવતા ભરતસિંહ મહિડા અને સુરતના મેરાજૂદીન ખાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી રૂ. ૫૦૦ના દરની કુલ ૭,૮૦૦ નોટો એટલે કે ૩૯ લાખ રૂપિયાની પ્રતિબંધિત નોટો મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવથી અયાનુદ્દીન પટવે નામના વ્યક્તિ પાસેથી આ નોટો લાવ્યા હતા અને ગાંધીનગરના શૈલેષ પટેલ નામના શખ્સને આપવાના હતા. આ નોટો વટાવવા બદલ આરોપીઓને ૨ થી ૩ ટકા કમિશન મળવાનું હતું. હાલ રામોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગાંધીનગરના શૈલેષ પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાંથી રદ થયેલી ₹39 લાખની જૂની નોટો જપ્ત, પોલીસે 2 શખ્સોને દબોચ્યા

સંબંધિત સમાચાર
ગુજરાતનોકરાણીઓથી સાવધાન! અનેક ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરીઓનો પર્દાફાશ
2 દિવસ પહેલા
ગુજરાત"હું આ દુનિયા છોડી રહી છું, મારા પતિએ તેના પરિવારને ખુશ રાખવો જોઈએ," એક મહિલાએ પોતાના પગ પર લખીને આત્મહત્યા કરી
5 દિવસ પહેલા
ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવાનો એક ચોંકાવનારો કિસ્સો
5 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે ફાંસી લગાવી આત્મહત્યા કરી
6 દિવસ પહેલા
