રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતાઆગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન:શરૂ થશે


(જી.એન.એસ) તા. ૨૪

નવી દિલ્હી,

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીશ્રી એ અપીલ કરી છે.


ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુ બેન બાંભણીયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે.
મંત્રીશ્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે.આર. નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.


કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા ૨૯ માર્ચ ૨૦૨૬થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે ૨૫ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આધુનિક પરિવહન સુવિધાઓ માટેની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરો સાથેનું જોડાણ પણ સરળ બનશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય મંત્રી શ્રી કે.આર. નાયડુ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલનો આભાર વ્યક્ત કર્યો છે. મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે. અને આ સુવિધા બદલ સમગ્ર ભાવેણાવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.



Source link

સંબંધિત સમાચાર