રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત3 ફેબ્રુઆરી, 2026| Super Admin

થલોટામાં શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

થલોટામાં શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

(જી.એન.એસ) તા. ૨

વિસનગર,

થલોટામાં 4 થી 6 ફેબ્રુઆરીએ મહાકાળી માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા વિશેષ આકર્ષણ


શોભાયાત્રા, લોકડાયરો, રાસ-ગરબા, સામાજીક નાટક વિશેષ આકર્ષણ

વિસનગર તાલુકાના થલોટા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 4, 5 અને 6 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. થલોટા ગામ સમસ્ત પાટીદાર- પ્રજાપતિ પરિવાર તથા શ્રી થલોટા કડવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ધાર્મિક આસ્થાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિશેષ ઝાંખી જોવા મળશે.
 
સમગ્ર ઉત્તર ગુજરાતમાં થલોટા ગામ કુંવારી તથા પરણિત દીકરીઓ-બહેનો-ફોઈઓને દાન આપવાની પરંપરા માટે સુપ્રસિદ્ધ છે. આ પરંપરાને આગળ વધારતા આ મહોત્સવમાં ગામની પરણિત ફોઈઓ, દીકરીઓ અને બહેનોને વિશેષ રૂપે તેડાવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન વિસનગર તાલુકાના ગામો તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે થલોટા આવશે.
 
આ મહોત્સવમાં શોભાયાત્રા, દીકરીઓનાં વધામણાં, સામાજિક નાટક ‘મા-બાપને ભૂલશો નહિ’, રાસ-ગરબા, ભવ્ય લોક ડાયરો તથા મોટીવેશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં રિયા પટેલ, રાસ-ગરબામાં પ્રસિદ્ધ ગાયક સાગર પટેલ, લોક ડાયરામાં અનુપસિંહ વાઘેલા, જીજ્ઞેશ કવિરાજ અને વિક્રમ માલધારી ઉપસ્થિત રહેશે, જ્યારે પરિવારોત્સવ કાર્યક્રમને મોટીવેશનલ સ્પીકર ડૉ. અંકિતા મુલાણી સંબોધશે.
 
આ મહોત્સવમાં વિસનગરના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ વિકાસ, ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉધના-સુરતના ધારાસભ્ય મનુભાઈ પટેલ, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ભામાશા રાજુભાઈ પટેલ (આર.કે. જ્વેલર્સ) તથા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
 
ત્રણ દિવસ દરમિયાન દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે. નવનિર્મિત મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર