રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા26 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુરમાં વેપારી પાસે પૈસાની માંગણી કરી તલવાર વડે હુમલો કરનારા ચાર શખ્સો ઝડપાયા

પાલનપુરમાં વેપારી પાસે પૈસાની માંગણી કરી તલવાર વડે હુમલો કરનારા ચાર શખ્સો ઝડપાયા
પોલીસે ચારેય આરોપીઓનું સિમલાગેટથી બારડપૂરા સુધી સરઘસ કાઢ્યું જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં બે દિવસ અગાઉ ચાર તત્વોએ બારડપૂરા વિસ્તારમાં એક વેપારી પાસે પૈસાની માંગણી કરી તેના પર તલવાર તેમજ બેજ બોલ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં હંગામો મચાવ્યો હતો. જેને લઇ અહીંના વેપારીઓ તેમજ લોકોમાં ભય ફેલાયો હતો. જોકે જાહેરમાં અસમાજિક પ્રવૃતિ આચરનાર આ ચારેય તત્વોને પૂર્વ પોલીસે ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પાલનપુરના બારડપૂરા ઢાળવાસમાં દુકાન ધરાવતા વેપારી મસૂદમહંમદ મોહમ્મદસિદિક વ્હોરા ગત તાં.24 ઓકટોબરના રાત્રે આઠ વાગે પોતાની દુકાન બંધ કરીને એક્ટીવા લઇ ઘરે જઈ રહ્યા હતા. દરમ્યાન બારડપૂરા વિસ્તારમાં અજર ઈકબાલભાઈ સલાટ,શાહરૂખ ઈકબાલભાઈ સલાટ,સલમાન ઈકબાલભાઈ સલાટ અને ઈકબાલભાઈ સલાટનો જમાઈ ઇમરાન (તમામ રહે.ભકિતની લીંબડી પાલનપુર) એ આ વેપારીને રોકી તારે ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે. જેને લઈ વેપારીએ પૈસા આપવાની ના પડતા આ ચારેય તત્વોએ અપ શબ્દો બોલી ગડદાપાટુનો માર મારી તેમજ બેઝબોલ મારી તેમજ કપાળમાં ભાગે તલવાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે વેપારીએ પૂર્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઇ સૂરજ પટણીએ આ ચારેય અસમાજિક તત્વોને ઝડપી પાડી તેમનું સિમલા ગેટ પોલીસ ચોકીથી બારડપૂરા સુધી સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.    

સંબંધિત સમાચાર