રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા7 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં આરોગ્ય-પાલિકા-પોલીસનું મેગા ચેકિંગ: 29,400 નો દંડ વસૂલાયો

ડીસામાં આરોગ્ય-પાલિકા-પોલીસનું મેગા ચેકિંગ: 29,400 નો દંડ વસૂલાયો

આખા શહેરમાં 13 ટીમો ત્રાટકી: રીશાળા બજાર સહિતના વિસ્તારોમાં એક્સપાયર્ડ અને ખરાબ ખાદ્યસામગ્રીનો નાશ કરાયો

ડીસા શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આજે ડીસા શહેરમાં આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક મેગા સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. આ સઘન ઝુંબેશ અંતર્ગત નિયમોનો ભંગ કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 29,400/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જે આખા તાલુકામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આખા ડીસા શહેરમાં કુલ 12 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો, ફાસ્ટ ફૂડ સેન્ટરો, લારી-ગલ્લાઓ તેમજ ઠંડા પીણાંના વેચાણ કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, એક્સપાયરી ડેટ, સ્ટોરેજ વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરાઈ હતી. આ સેનિટેશન રાઉન્ડ અંતર્ગત વોર્ડ નંબર 8 માં આવેલા રીશાળા બજારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (દામા) ના સુપરવાઈઝર હિતેશભાઈ બ્રહ્મભટ્ટ અને તેમનો સ્ટાફ, નગરપાલિકાની ટીમ તથા પોલીસ કાફલો પત્રકાર મિત્રોને સાથે રાખીને તપાસમાં જોડાયો હતો. આ દરમિયાન બજારમાંથી મોટી માત્રામાં એક્સપાયર્ડ થઈ ગયેલો અને ખરાબ માલસામાન મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

રીશાળા બજારમાં તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓને સ્થળ પર જ રૂ. 4500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન વેપારી એસોસિએશનના પ્રમુખ અને મંત્રીએ પણ તંત્રને પૂરો સાથ-સહકાર આપ્યો હતો. એટલું જ નહીં, આગામી સમયમાં કોઈ પણ વેપારી આવો ખરાબ કે એક્સપાયર્ડ માલ નહીં રાખે તે બાબતે તેઓ પોતે તમામ વેપારીઓને જાગૃત કરશે તેવી જવાબદારી પણ એસોસિએશનના હોદ્દેદારોએ લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાના-મોટા વેપારીઓને કડક શબ્દોમાં સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોનું જ વેચાણ કરવા અનુરોધ કરાયો છે. તંત્રએ ચીમકી આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને સાંખી લેવાશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા સેનિટેશન રાઉન્ડ નિયમિત રીતે ચાલુ રાખી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

સંબંધિત સમાચાર