રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં જૈન સાધુ-સાધ્વીઓના વિહાર દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા અને તેમની સુરક્ષા મુદ્દે આવેદનપત્ર

પાલનપુરમાં જૈન સાધુ-સાધ્વીઓના વિહાર દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા અને તેમની સુરક્ષા મુદ્દે આવેદનપત્ર
વિહાર કરતા જૈન સાધુ ભગવંતોને ટાર્ગેટ કરાતા હોવાના આક્ષેપ; પાલનપુર કલેકટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનો દ્વારા જૈન સમાજના સાધુ સંતો અને સાધ્વીજીઓને ટાર્ગેટમાં રાખી અકસ્માત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. જૈન સમાજના સાધુ -સાધ્વીજી ભગવંતો એક ગામેથી બીજા ગામે પગપાળા વિહાર કરતા હોય છે તે સમય દરમિયાન રોડની સાઈડમાં ચાલતા હોય તે સમયે પણ તેમનો અકસ્માત થતો હોય છે. તેમજ જૈન સમાજનું માનવું છે કે જૈન સમાજના સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય તે દરમિયાન તેમને ટાર્ગેટ કરી અકસ્માત કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના પાલીના જાડણ નજીક જૈન સમાજના મહારાજ સાહેબને ટ્રક દ્વારા ટક્કર મારી મોત નીપજવવામાં આવતા તેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ બાબતે તેમની માંગ હતી કે સાધુ સાધ્વીજીઓ પર થતા અકસ્માતો અટકાવવામાં આવે અને તેની યોગ્ય તપાસ કરાવી તેમની સુરક્ષા અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર