રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

ડીસા જનસેવા કેન્દ્રમાં અરજદારોને ભારે હાલાકી; કાળઝાળ ગરમીમાં પાણી અને પંખાનો અભાવ

ડીસા જનસેવા કેન્દ્રમાં અરજદારોને ભારે હાલાકી; કાળઝાળ ગરમીમાં પાણી અને પંખાનો અભાવ
ડીસા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રમાં પીવાના પાણી અને પંખાનો અભાવ અરજદારો માટે કાળ બની રહ્યો છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ એ.સી. ઓફિસમાં બેસીને કામ કરતા હોવાથી અરજદારોની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા જનસેવા કેન્દ્રમાં બે વોટર કુલર અને કેટલાક પંખા લાંબા સમયથી બંઘ હાલતમાં છે. ૪૦ ડિગ્રી તાપમાન વચ્ચે દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓ અને અન્ય અરજદારોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, અને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. અધિકારીઓ અને કર્મચારીઓ સિવાયના ટેબલો પર પંખાનો અભાવ હોવાથી અરજદારો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, ડીસાનું વહીવટી તંત્ર જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. જનસેવા કેન્દ્ર જાણે "રામભરોસે" ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે, જ્યાં "હોતી હૈ ચલતી હૈ" ની નીતિ અપનાવીને અધિકારીઓ અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં વ્યસ્ત હોય છે. આશ્ચર્યજનક રીતે, જનસેવા કેન્દ્રમાં સરકાર તરફથી પીવાના ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા નથી. દાતાઓએ બે વોટર કુલર આપ્યા હતા, પરંતુ મેનેજમેન્ટના અભાવે તે બંઘ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. વોટર કુલર રિપેર કરાવવાને બદલે હવે મિનરલ વોટરની બોટલો શરૂ કરવામાં આવી છે, જેનાથી ખર્ચ વધવાની સંભાવના છે. જો ઉનાળા પહેલા વોટર કુલર રિપેર કરાવી દીધા હોત તો આજે અરજદારોને આટલી મુશ્કેલી ભોગવવી ન પડી હોત. અરજદારો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને, જનસેવા કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરવા અને બેઠક વ્યવસ્થા સુધારવા માટે સત્તાવાળાઓ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં પાણીદાર નેતાઓ હોવા છતાં, જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને અરજદારોને પીવાના પાણી માટે દાતાઓ પર નિર્ભર રહેવું પડે છે, જે શાસન વ્યવસ્થાની ગંભીર બેદરકારી દર્શાવે છે.

સંબંધિત સમાચાર