રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 માર્ચ, 2025| Super Admin

અસામાજિક તત્વોમાં ફફડાટ; કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કર્યા

અસામાજિક તત્વોમાં ફફડાટ; કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કર્યા
અમદાવાદમાં થયેલી હિંસાની ઘટના બાદ રાજ્ય સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ડીજીપીના આદેશ મુજબ 100 કલાકની અંદર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. કડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે હત્યા, અપહરણ, છેડતી અને ગેંગવોર જેવા ગુનાઓમાં સંડોવાયેલા હનીફ ઉર્ફે જાડી કાદરભાઈ વેપારી અને ઇરફાન ઉર્ફે ગીરી મલેકના ઘુમટીયા તળાવ કિનારેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. કોર્ટની સામે હનીફ ઉર્ફે જાડીનું દબાણ અને નાની કડી વિસ્તારમાં મિહિર આચાર્યનું ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મહેસાણા એલસીબી, એસ.ઓ.જી અને કડી પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. આગામી દિવસોમાં વધુ અસામાજિક તત્વોના વીજળી અને પાણીના જોડાણો કાપીને દબાણો દૂર કરવામાં આવશે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દબાણો દૂર કરતી વખતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

સંબંધિત સમાચાર