રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં સરકારી પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરાવતા રોષ

પાલનપુરમાં સરકારી પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરાવતા રોષ
વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એબીવીપીએ માંગ કરી; 24 કલાકમાં માંગણી પૂરી નહિ કરાય તો આંદોલનની ચીમકી, પાલનપુરની સરકારી પોલીટેકનિક કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અંગે પરિપત્ર કરવામાં આવતા વિધાર્થીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે વિધાર્થીઓ સાથે કરવામાં આવી રહેલા અન્યાય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ દોડી આવી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 24 કલાકનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે આવેલી સરકારી પોલીટેકનીક કોલેજમાં દૂર દૂરથી અભ્યાસ કરવા આવેલ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે જોકે કોલેજના જવાબદાર અધિકારી દ્વારા આ વિધાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવા અંગે પરિપત્ર કરવામાં આવતા આ વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા હતા.જેને લઇ એબીવીપીના કાર્યકરો કોલેજ દોડી આવ્યા હતા જ્યા હોસ્ટેલ ખાલી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ વિદ્યાથીઓ માટે કોલેજમાં રહેવા જમવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કરવાની માંગ કરી હતી અને 24 કલાકમાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઇ હતી.

સંબંધિત સમાચાર