રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

ભારત બંધના એલાનને આંગણવાડી બહેનોએ સમર્થન આપ્યું

ભારત બંધના એલાનને આંગણવાડી બહેનોએ સમર્થન આપ્યું
બનાસકાંઠાની આંગણવાડી બહેનોએ બંધમાં જોડાઈ  વિરોધ પ્રદર્શન કર્યું બી.એલ ઓ.ની કામગીરી થોપવા સહિત લેબર કોડ ચારનો વિરોધ આજે દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, એલ. આઈ.સી.સહિતના કેન્દ્રીય કર્મીઓ જોડાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંગણ વાડી બહેનોએ પણ ભારત બંધના એલાનમાં જોડાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી નીતિ અને ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવા સામે દેશના 10 ટ્રેડ યુનિયનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની હજારો આંગણવાડી બહેનો જોડાઈ હતી. જે નવા ચાર લેબર કોડ લાગુ કર્યા છે તેના વિરોધમાં આંગણવાડી બહેનોએ પણ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હોવાનું બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકર બહેનોના પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું. આંગણવાડી બહેનોની બી.એલ.ઓ તરીકે નિમણુંક કરવા સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. લાભાર્થીઓના કે.વાય.સી કરવા સહિત બહેનોનું શોષણ બંધ કરવાની માંગ આંગણવાડી બહેનોએ કરી હતી. માનદ વેતન માં કામના ભારણ તળે દબાયેલી આંગણ વાડી બહેનોએ તેઓને હાઇકોર્ટના હુકમ મુજબ સરકારી કર્મી ગણી કાયમી કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર