રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાના જાવલ ગામ પાસે જીપડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ડીસાના જાવલ ગામ પાસે જીપડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
બંને વાહન ​ખેતરમાં ઘૂસી જતાં વાડ અને વીજ થાંભલાને નુકસાન ​ડીસા તાલુકાના જાવલ ગામ પાસે આજે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને જીપ ડાલા (માલવાહક વાહન) વચ્ચે જોરદાર ટક્કર થતાં વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ  જાનહાનિ થઈ નથી.​ પ્રાપ્ત માહિતી અનુસાર, જીપડાલામાં એક ભેંસ ભરેલી હતી. આ જીપડાલા ચાલકે રસ્તા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સામેથી આવી રહેલી કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો કાબૂ ગુમાવીને રોડની બાજુમાં આવેલા ચૌધરી ભીખાભાઈ જોઈતાભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા.​ખેતરમાં વાહનો ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. આ અકસ્માતમાં ખેતરની વાડ તૂટી ગઈ છે અને ખેતરના એક વીજળીના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે. સદભાગ્યે અકસ્માત સમયે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ​અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરો અને જીપડાલામાં ભરેલી ભેંસ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ​સ્થાનિક લોકોની માંગ છે કે ઓવરટેક કરતી વખતે બેફામ રીતે વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.    

સંબંધિત સમાચાર